Posted on

હળવદ પંથકમાં વરસાદ ના પગલે બ્રાહ્મણ ૨ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ

હળવદ પંથકમાં સોમવારે ‌ સવારે થી સાંજ સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો તેમજ મંગળવારે ધીમીધારે વરસાદી ઝાપટું પડયું હતું વરસાદના પગલે હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમ માં ઉપરવાસના વરસાદના કારણે બ્રાહ્મણી ડેમમાં નવા પાણીની આવક થઈ હતી આમ વરસાદના પગલે ડેમમાં નવા પાણીની આવક શરૂ થઇ ગઇ હતી આ અંગે ‌સિચાઈ ઓફિસના સેકશન ઓફિસર કે, જી ,લીંબડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે સોમવાર ડેમ ની આજુબાજુ વિસ્તારમાં ૧૨૦ મીમી વરસાદના પગલે બ્રાહ્મણીબે ડેમમા ‌૨ ફૂટ જેટલું પાણી ની આવક શરૂ થઈ હતી હાલ નદીના પાણીની આવક બંધ છે પરંતુ નર્મદા કેનાલની પાણીની આવક ચાલુ છે બ્રાહ્મણી બે ડેમમાં ૨ ફુટ જેટલી પાણીની આવક થઈ હતી અને હાલ ડેમની નિર્ધારિત સપાટી રૂલ લેવલ ૪૩-૦૦ હાલ ડેમનુ લેવલ ૪૨,૬૫ સુધી નુ છે‌ અને‌ બ્રાહ્મણી એક ડેમમાં નવા પાણીની કોઇ પણ આવક થઈ નથી તેમ જણાવ્યુ‌ હતુ

તસવીર અહેવાલ રિપોર્ટર
હરેશ ભાઈ પરમાર હળવદ

Share this:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *